Showing posts with label મુલ્લા નસરુદ્દીન ને વાર્તા. Show all posts
Showing posts with label મુલ્લા નસરુદ્દીન ને વાર્તા. Show all posts

Sunday, June 7, 2015

હમણાં ને હમણાં કૂવાનું પાણી ખાલી કર !!!

મુલ્લા નસરુદ્દીન ભારે પરગજુ અને સેવાભાવી. એમના મિત્ર જમાલુદ્દીન ને ઘર ખરીદવું હતું અને મુલ્લાએ એક સારું - સગવડ ભર્યું મકાન જમાલુદ્દીન ને અપાવ્યું. ઘરને આંગણું હતું અને આંગણામાં કૂવો હતો. બીજે દિવસે જમાલુદ્દીનનો નોકર કૂવામાંથી  પાણી કાઢવા ગયો ત્યારે જૂનો મકાન્નમાલીક હાજર હતો, તે બરાડીને કહે ઃ ખબરદાર  ! કૂવામાંથી પાણી કાઢવાનું નથી. મે ઘર વેચ્યું છે, પાણી નહી  ! શું કરવું ? મૂલ્લા આવ્યા અને સાંભળીને બહુ ખુશ થયા.

જમાલુદ્દીનને તેમણે કહ્યું તારાથી પાણી લેવાય નહીં, તને ક્યાં પાણી વેચ્યું છે, ! થોડી ક્ષણો આ નાટક ચાલ્યું. પછી મુલ્લાએ જૂના માલિકને કહ્યું ઃ એકલું પાણી જ તારું છે ને ? આ આંગણું, આ ઘર તો હવે તારા નથી ને ? પેલાએ વાત સ્વીકારી. મુલ્લા કહે ઃ હમણાં ને હમણાં તારું પાણી લઇજા અને કૂવો ખાલી કર. અને પાણી ખાલી ન થાય ત્યાં સુધી તેને જમાલુદ્દીનની જગ્યામાં બિનઅધિકારથી રાખવા માટે કલાકના રૂપિયા સો લેખે ભાડું આપ.