Showing posts with label શિક્ષણવાણી. Show all posts
Showing posts with label શિક્ષણવાણી. Show all posts

Sunday, May 31, 2015

હું એક છોકરો છું !!

    એકવાર હું સ્કૂલમાં ગયો હતો. પહેલી લાઇનમાં બેઠેલા એક બાળકને મેં પૂછ્યું ઃ તું કોણ છે ?' તે કહે, બ્રાહ્મણ છું.' બીજાને પૂછ્યું તો કહે, કોકણસ્થ બ્રાહ્મણ છું !! ત્રીજો કહે હું ઋગ્વેદીય કોંકણસ્થ બ્રાહ્મણ છું!!' છેલ્લે એક છોકરાને આખરે પૂછ્યું તો જરા ગભરાઇને કહે ઃ હું એક છોકરો છું.' મેં કહ્યું ઃ આ છોકરનો.જવાબ સાચો છે. આજે આપણે ભૂલી ગયા છીએ કે હું મનષ્ય છું. શીક્ષણ દ્વારા પણ તે નથી શીખવાતું.

Thursday, May 28, 2015

દુનિયાની સાત અજાયબીઓ

સાતમા ધોરણમાં ભૂગોળ શિક્ષકે દુનિયાની અજાયબીઓની નોંધ કરવાનું વિદ્યાર્થીઓને કહ્યું.

એક વિદ્યાર્થિનીએ ઇજિપ્તના પિરામિડ, તાજમહાલ વગેરે લખવાને બદલે આમ લખ્યું.

૧. સ્પર્શવું, ૨. સ્વાદ પારખવો, ૩. જોઇ શકવું, ૪. સાંભળી શકવું, ૫. દોડી કૂદી શકવું, ૬. હસવું, ૭. ચાહવું - પ્રેમ કરવો.

શિક્ષક સ્તબ્ધ. એમણે થયું ભલે ભૂગોળની દ્રષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી.

પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે !!

આ સઘળાં ફૂલોને કહી દો, યુનિફોર્મમા આવે, પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મનફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપોરે.

અમથું કૈં આવાદળીઓને એડમિશન દેવાનું.
ડોનેશનમાં આખે આખું ચોમાંસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, આ આઉટડેટેડ વડલો, મારી કાઢે ભૂલો ?

                                        - કૃષ્ણ દવે

Tuesday, May 26, 2015

હું છું શિક્ષક !

ચાલે મારી અહોનિશ શાળા!
કોણ હશે ત્યાં બાળક બાળા ?
શાળા મારી સૂની છેક જ મળ્યો શિષ્ય છે મુજને એક જ કોણ હશે એ ?

દર્પણ માંહી તેહ દિસે-એ, ચાલે એનું નિશદિન ભણતર.
ચાલ્યાં કરશે શું આખું જીવતર ?

ભણ્યો ખરો કૈં, અબૂધ રહ્યોવા,
કદીક કદીક એ જરી પરખવા
કાન ઝાલીને ઊભો કરું છું,
વિવિધ સમાજ મહીં જ્યાં ફરું છું
જગ એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણને ના થાયે પુરું શિક્ષણ, શિષ્ય તણું, જેનો હું શિક્ષક ! હું છું શિક્ષક !

                                -ઉમાશંકર જોષી

Sunday, May 24, 2015

બાળઓના જ્ઞાનતંતુઓ પર અયોગ્ય બોજો પડે છે. !

હ્દયની કેળવણી પુસ્તકો દ્વારા આપી શકાય એવું હું માનતો નથી. શિક્ષકના જીવંત સ્પર્શ દ્વારા જ એ બની શકે. અને પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો કેવા હોય છે ? આ સ્ત્રી પુરૂષો શ્રદ્ધાળુ અને ચારિત્ર્યશીલ હોય છે? તેમણે પોતે હ્દયની કેળવણી મેળવી છે? શિક્ષકોને નિર્વાહ પૂરતું પણ વેતન મળે છે ખરું? હવે શિક્ષણના માધ્યમની વાત. પરદેશી ભાષાના માધ્યમને કારણે આપણાં બાળઓના જ્ઞાનતંતુઓ પર અયોગ્ય બોજો પડે છે. તેઓ ગોખણિયાં અને નકલ કરનાર બની જાય છે.

મૌલિક કામ અને વિચાર માટે નાલાયક બને છે. પરદેશી ભાષાના માધ્યમે આપણાં બાળકોને તેમની પોતાની ભૂમિમાં લગભગ પરદેશી બનાવી દીધાં છે. હું અંગ્રેજી ભાષાને આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજદ્વાર સંબંધોની ભાષા ગણું છું. તેમાં વિચાર અને સાહિત્યનો
સમૃદ્ધ ભંડાર પણ છે. કેટલાક માટે તેનું જ્ઞાન જરૂરી છે, અને તેને પ્રોત્સાહન પણ આપું. આપણે આપણી પોતાની સંસ્કૃતિની કદર કરીએ અને તેને પચાવીએ ત્યાર પછી જ બીજી સંસ્કૃતિઓની કદર કરીએ એ યોગ્ય ગણાય.

                                         - ગાંધીજી