Thursday, May 28, 2015

પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે !!

આ સઘળાં ફૂલોને કહી દો, યુનિફોર્મમા આવે, પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મનફાવે ત્યાં માછલીઓએ આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપોરે.

અમથું કૈં આવાદળીઓને એડમિશન દેવાનું.
ડોનેશનમાં આખે આખું ચોમાંસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, આ આઉટડેટેડ વડલો, મારી કાઢે ભૂલો ?

                                        - કૃષ્ણ દવે

No comments:

Post a Comment