Showing posts with label લોકવાણી. Show all posts
Showing posts with label લોકવાણી. Show all posts

Tuesday, May 26, 2015

એ તો ઇશ્વર જાણે !

* આવ્યાંને આદર નહી, નહીં નેણોમાં નેહ
ઇ ઘર ન જાવું કંથડા, ભલે કંચન બરસે મેહ !

* સુખમાં ન છકી જવું, દુઃખમાં ન હિંમત હારવી,
સુખ દુઃખ કાયમ ટકતાં નથી, એ નીતિ ઉર આણવી.

* ઊજળો દિન દેખી સૌ જાણે ન્યાલ થયો આ ટાણે,

કાલ દિવસ કેવો દેખાશે, એતો ઇશ્વર જાણે !

માનવ કાગડા !

* આપ બળે, પર ઓલવે, લેતાં લડથડીયાં ઘડનારે ઘડિયાં, કો'ક કો'ક માનવ કાગડા.

* તન ચોખાં, મન ઉજળાં, ભીતર રખ્ખે ભાવ, કિનકા બૂરા ન ચિત્તમેં, તાકુ રંગ ચડાવ.