Showing posts with label અવળવાણી. Show all posts
Showing posts with label અવળવાણી. Show all posts

Sunday, June 14, 2015

ઘી ની રામાયણ !!

એક શેઠ ગરીબીમાં દિવસ પસાર કરી રહ્યાં હતા.
એક દિવસ તેની પત્નીએ ખીચડી બનાવી. શેઠ જમવા બેઠા પણ તેની પત્નીએ ધ્યાન ન આપ્યું. એણે જ્યારે ફરીથી ઘી માગ્યું તો સ્ત્રી ગુસ્સે થઇને કહે ઃ તમે ઘી તો લાવતા નથી તો ક્યાંથી આપું ? અને વેલણ ઉપાડીને માથામાં માર્યું.
શેઠના માથામાંથી લોહી વહેવા લાગ્યું.
શેઠ ઊઠીને બહાર નીકળી ગયા.
કોઇકે પૂછ્યું તો શેઠ કહે ઃ પડી ગયો એથી વાગી ગયું છે.
પેલો માણસ કહે ઃ આના પર ઘી લગાવો તો ઘા ઠીક થઇ જશે.
ઊંડો શ્વાસ લઇને શેઠ કહે ઃ ભાઇ ઘી હોત તો આ ઘા જ ન હોત !!

Sunday, June 7, 2015

હમણાં ને હમણાં કૂવાનું પાણી ખાલી કર !!!

મુલ્લા નસરુદ્દીન ભારે પરગજુ અને સેવાભાવી. એમના મિત્ર જમાલુદ્દીન ને ઘર ખરીદવું હતું અને મુલ્લાએ એક સારું - સગવડ ભર્યું મકાન જમાલુદ્દીન ને અપાવ્યું. ઘરને આંગણું હતું અને આંગણામાં કૂવો હતો. બીજે દિવસે જમાલુદ્દીનનો નોકર કૂવામાંથી  પાણી કાઢવા ગયો ત્યારે જૂનો મકાન્નમાલીક હાજર હતો, તે બરાડીને કહે ઃ ખબરદાર  ! કૂવામાંથી પાણી કાઢવાનું નથી. મે ઘર વેચ્યું છે, પાણી નહી  ! શું કરવું ? મૂલ્લા આવ્યા અને સાંભળીને બહુ ખુશ થયા.

જમાલુદ્દીનને તેમણે કહ્યું તારાથી પાણી લેવાય નહીં, તને ક્યાં પાણી વેચ્યું છે, ! થોડી ક્ષણો આ નાટક ચાલ્યું. પછી મુલ્લાએ જૂના માલિકને કહ્યું ઃ એકલું પાણી જ તારું છે ને ? આ આંગણું, આ ઘર તો હવે તારા નથી ને ? પેલાએ વાત સ્વીકારી. મુલ્લા કહે ઃ હમણાં ને હમણાં તારું પાણી લઇજા અને કૂવો ખાલી કર. અને પાણી ખાલી ન થાય ત્યાં સુધી તેને જમાલુદ્દીનની જગ્યામાં બિનઅધિકારથી રાખવા માટે કલાકના રૂપિયા સો લેખે ભાડું આપ.

Thursday, June 4, 2015

મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!

મુલ્લા નસરુદ્દીનને એક દિવસ પડોશીના બગીચાનાં વૃક્ષો પરના પાકાં ફળ જોઇને તે ખાવાનો વિચાર આવ્યો. નીસરણી માંડી ભીંત પર ચડ્યા અને પછી નીસરણી ભીંતને અઢેલીને પડોશીના બગીચામાં ઉતર્યા.

પડોશી જોઇ ગયો અને ગુસ્સે થયો.

મુલ્લાને કહે ઃ અહીં શું કરો છો ?

મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!

પડોશી કહે ઃ મને મૂરખ માને છે ? આ શું નીસરણી વેચવાની જગ્યા છે?

મુલ્લા કહે ઃ મહાશય, જરા શિષ્ટતાપૂર્વક બોલો. નીસરણી ન ખરીદવી હોય તો ન ખરીદતા. પણ નીસરણી મારી છે, અને ક્યાં વેચવી તે મારે નક્કી કરવાનું  છે, મને મન થાય ત્યાં એને વેચવાનો મને અધિકાર છે.

અને મુલ્લા નીસરણી પર ચડીને પાછા પોતાના ઘેર પહોંચી ગયા !

Wednesday, June 3, 2015

આ નવી પેઢીનું શું થશે !!

* મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું  થશે ?

લો હું સમ્મજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરાણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દિકરા-દિકરી પરણાવશે, નિવૃત થસે અને પછી આ  નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!

* કેમ બધા ભેગા થઇને વાતો કર્યા કરો છો ? તે હું શું તમને વાતો કરવા પગાર આપું છું ?

ના શેઠજી, વાતો કરવાનો પગાર અમે નથી માંગતા. એ તો અમે મફત જ કરીએ છીએ.

અહિં ટોળે ટોળાં આવે છે !!!!

* આ પ્રદેશ સરસ છે, અહીં શાંતિ માટે આવવા જેવું છે.

જરૂર આવો. અહીં આખા વર્ષ દરમ્યાન શાંતિ માટે ટોળે ટોળાં આવે છે.

* શિક્ષક ઃ (કંટાળીને એક વિદ્યાર્થીને) તને તો કોઇ ગધેડો જ ભણાવી શકે, માણસ નહીં.

વિદ્યાર્થી ઃ જી, એ સમજીને જ તો મારા પિતાઅજીએ મને આપની પાસે મોકલ્યો છે!

Tuesday, June 2, 2015

કેમ આટલા ધીમેથી લખે છે !!

* ભિખારી આપણને શીખવે છે કે તમારા સુખમાં સૌનો ભાગ રાખો, નહી તો મારા જેવી તમારી દશા થશે !

* આપણે બધા ટી-બેગ જેવા છીએ. ગરમ પાણીમાં બોળાઇએ ત્યારે જ ચાનો સ્વાદ આવે !

* સફળતા એ બીજું કાંઇ નથી,
પણ નિષ્ફળતાની ટ્યુશન ફી છે !

* એક માણસ બહુ ધીમે ધીમે લખતો હતો. મિત્રે પૂછ્યું કે કેમ આટલા ધીમેથી લખે છે ? એણે જવાબ આપ્યો કે હું મારા છ વર્ષના દીકરાને લખું છું અને જાણું છું કે એ ઝડપથી વાંચી ન શકે !

Monday, June 1, 2015

ખાંડ ખાઓ છો ખાંડ !

એક વાર ઇરાનમાં દુષ્કાળ પડ્યો. લોકો ત્રાહિમામ. ગામને પાદરે એક મદરેસા હતી. એક દિવસ સવારે મુલ્લા સાહેબ ફરવા નીકળ્યા. મદરેસાનાં બાળકોને તેમના શિક્ષક ગામ બહાર મેદાનમાં નમાજ પઢાવવા લઇ જતા હતા.

મુલ્લાએ શિક્ષકને પૂછ્યું ઃ આ શેતાનના લશ્કરને ક્યાં લઇ જાઓ છો?

શિક્ષક કહે ઃ દેશમાં દુકાળ પડ્યો છે, તેનો ઉપાય તરીકે આ નિર્દોષ બાળકોને વરસાદ પડે એવી ખુદાને દુઆ કરવા માટે ગામ બહાર મેદાનમાં લઇ જાઉં છું. ખુદા બાળકોની પ્રાર્થના હંમેશા સ્વીકારે છે.

મુલ્લા હસીને બોલ્યા ઃ ખાંડ ખાઓ છો ખાંડ ! જો બાળકોની દુઆ કબૂલ થઇ હોત તો તો પૃથ્વીની સપાટી પર એક પણ માસ્તર જીવતો ન રહી શક્યો હોત !'

Sunday, May 31, 2015

મૂરખ હવામાં મહેલ બાંધે છે !!

* મૂરખ હવામાં મહેલ બાંધે છે, ચસકેલ એમાં રહે છે અને મનોચિકિત્સક એનું ભાડું વસૂલ કરે છે !!

* આશા છે કે ચુંટણીમાં તમારો મત મને મળશે.'

`પણ મેં તો બીજા કોઇને વચન આપી દીધું છે.'

અરે, રાજકારણમાં તો વચન આપવાનો અને તેને ન નિભાવવાનો જ રિવાજ છે.'
ભલે, તો તો હું તમને મારો મત જરૂર આપીશ તેવું વચન આપું છું!'

Thursday, May 28, 2015

હું તો સરકારી નોકરી કરું છું. !

* મારી સરકારને કહેજો ઃ પ્રજા ભૂખી નથી, પ્રજા તરસી નથી, પ્રજા હવાની ડાળીએ બેસીને હીંચકા ખાય અને રોજ રોજ કેટ કેટલી નનામીઓ જાય !

* મગજને તકલીફ પડે તેવું કોઇ કામ કરવું નહીં' એમ ડોક્ટરે એક દરદીને કહ્યું.
દરદી કહે ઃ મારા કામમાં મગજને તકલીફ પડે તેમ છે જ નહીં.

હું તો સરકારી નોકરી કરું છું. !

Wednesday, May 27, 2015

દારૂ પીવો એ બુરાઇ છે !!

* મુખ્ય શિક્ષક ઃ આ વર્ષનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્ન પેપર ગયા વર્ષના પ્રશ્નપત્ર જેવું છે, એમ કેમ ?

શિક્ષક ઃ સાહેબ, એ બધા પ્રશ્નોના ઉત્તરો હવે બદલાઇ ગયા છે !

* પ્રધાનજી પગ લપસવાથી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા, એ જોઇ એક યુવાને તરત નદીમાં ઝંપલાવી તેમને બચાવી લીધા.

પ્રધાનજી કહે ઃ તમે મારો જીવ બચાવ્યો, બોલો તમારા માટે હું શું કરું ?

પેલો યુવાન કહે ઃ મેં તમને બચાવ્યા છે એ વાત કોઈને કહેશો નહી !!'

* આવે છે વાસ દારૂની વક્તાના મોઢામાંથી એનો વિષય છે ઃ દારૂ પીવો એ બુરાઇ છે !

Tuesday, May 26, 2015

રાજકારણી !!

* હાથ વડે કામ કરે તે મજૂર, હાથ અને બુદ્ધિ વડે કામ કરે તે કારીગર, બુદ્ધિ અને હૈયા વડે કામ કરે તે કલાકાર અને જે આ બધા વિના કામ કરે તે રાજકારણી !!

* ઊંધા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું.

અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણકે નીચેથી તો મોટું બાકોરું છે !

કારણ !

એક અભ્યાસ પ્રમાણે મનોચિકિત્સકને ત્યાં

આવતા ૫૦ ટકા દરદીઓનું કારણ તેમણે

લગ્ન નહોતા કર્યા તે હતું અને બાકીનાનું

કારણ લગ્ન કર્યાં હતા તે હતું !

Monday, May 25, 2015

ભૂત..........ભૂત ............ભૂત !!

* માણસ અઘોર હતો, ગુફામાં વસતો હતો, પશુપંખીઓની બોલી સમજતો હતો.

આજે માણસ સંસ્કૃત છે, આવાસમાં રહે છે. માણસની બોલીય સમજતો નથી.

* મારે બે એકરાર કરવાના છે. જ્યારથી તને મેં જાણ્યો છે ત્યારથી હું તને ભૂલી શકતી નથી. અને તું મારા સપનામાં આવે છે અને હું ચીસો પાડું છું ઃ ભૂત..........ભૂત ............ભૂત !!

Sunday, May 24, 2015

શીલા ઃ રૂપા !!

* સાદી શરદી જલ્દીથી મટાડવાનો કોઇ ઝટપટ ઉપાય નથી. એનો ઉપચાર કરો તો સાત દિવસમાં અને ઉપચાર ન કરો તો અઠવાડિયામાં મટી જશે !

* ચોકડી મારી મેં જેના નામ પર
લોકશાહીમાં એજ ચૂટાઇ ગયો !

* શીલા ઃ રૂપા ! આ હાર કેટલામાં પડ્યો ?
રૂપા ઃ ખાસ વધારે નહી, એક દિવસનુ રુદન, બે દિવસના ઉપવાસ અને ત્રણ દિવસના અબોલામાં !

વહેમ એટલે શું ?

* દરદી ઃ ડોક્ટર સાહેબ, હવે મને બિલ આપી દો તો સારું.
ડોક્ટર ઃ હજુ તમને આરામની જરૂર છે.

* પોલિસ ઃ તું જૂઠું બોલીશ તો નરકમાં જઇશ !
ચોર ઃ પણ હું સાચું બોલીશ તો જેલમાં જઇશ !

* વહેમ એટલે શું ? કોઇ ધનવાન પેત્તળનું કડું પહેરે તો પણ લોકો માની બેસે કે આ કડું ખરા સોનાનું છે.

અને કોઇ ગરીબ સોનાનું કડું પહેર્રે તો લોકો માની લેશે કે આ કડું પિત્તળનું જ હશે !

આખી રાત જાગીને !

* ભગવાન તમને સારું કરે છે
   અને ફી ડોક્ટરો લઇ જાઇ છે !

* તમારે સફળ રાજકારણી થવું હોય તો તમને   સરળતાથી મુદ્દાઓ ગૂંચવી નાખતાં આવડવું   જોઇએ.

* આખી રાત જાગીને એમણે ભાષણ તૈયાર કર્યું હતું. જે સાંભળતાં સાંભળતાં  શ્રોતાઓએ ઊંઘવા માંડ્યું !

Friday, May 22, 2015

્પ્રિયે !

*'પ્રિય ! હુ તારા દરેક દુઃખમાં તારી પડખે ઉભો રહીશ,'

'પણ મારે તો એકેય દુઃખ નથી !'

'હમણા નહી, લગ્ન પછીની વાત કરુ છુ !'

* એસ.એમ.એસ. કરવાનુ બંધ કરો શ્યામ
હવે રૂબરૂમા આવવાનુ રાખો,

વૄન્દાવન, મથુરા તો રોમ રોમ જાગ્યા છે, મોરલી મોબાઇલ જેવી રાખો !

* હુ તને ચાહુ છુ ચિક્કાર ચાહુ છુ  કારણ કે       મેનકા ગાંધી કહે છે કે

પ્રાણીઑને પ્રેમ કરવો !

તારા સિવાય બધા મૂરખ છે.!!!

* હે ઇશ્વર ! આ વિશ્વમાં મારા અને તારા સિવાય બધા મૂરખ છે. જોકે મને કયારેક તારા માટે પણ શંકા થાય છે !

* પાડોશીઓ નિઃસ્વાર્થપણાની ખૂબ પ્રશંસા  કરે છે, કારણ કે એથી એમને ઘણો ફાયદો થાય છે.

* યાદશક્તિ વધારવાનુ પુસ્તક વાંચીને પંદર દિવસમાં પાછુ આપવનુ કહ્યુ હતુ પરંતુ કોની પાસેથી લીધુ હતુ તે યાદ આવતુ નથી !

* એક જાહેરાત ઃ આજે અહી જ્યોતિષાચર્યનુ પ્રવચન હતુ તે અણધારેલ સંજોગોને લીધે મુલત્વી રાખ્યુ છે !