Showing posts with label દેવવાણી. Show all posts
Showing posts with label દેવવાણી. Show all posts

Monday, May 25, 2015

આળસ ના કરો !

આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય?

વિદ્યા વગરના માણસને ધન ક્યાંથી હોય?

ધન વગરનાને દોસ્ત ક્યાંથી હોય?

અને દોસ્ત વગરના માણસને સુખ ક્યાંથી હોય?

Sunday, May 24, 2015

આભૂષણ !

મોટાઇનું આભૂષણ સૌજન્ય છે. શોર્યનું આભૂષણ વાણીનો સંયમ છે. જ્ઞાનનું આભૂષણ ઇન્દ્રિયોનો સંયમ છે. ઉચ્ચ સંસ્કારી કુળનું આભૂષણ વિનય છે. સંપત્તિનું આભૂષણ યોગ્ય પાત્ર જોઇને તેનો ઉપયોગ કરવો તે છે. તપસ્વીનું આભૂષણ ક્ષમા છે અને ધર્મનું આભૂષણ કપટ રહિતતા - સત્યતા છે. પણ બધા ગુણોમાં શ્રેષ્ઠ આભૂષણ તો શીલ - ચારિત્ર્ય જ છે !