Showing posts with label આતમવાણી. Show all posts
Showing posts with label આતમવાણી. Show all posts

Saturday, June 6, 2015

હું ખોળતો હતો !!

હું ઉન્નતિને ખોળતો હતો, મને તે વિનયમાંથી મળી,
હું પુરૂષાર્થને ખોળતો હતો, તે મને સત્યમાંથી મળી,
હું મોટાઇને શોધતો હતો, તે મને ધૈર્યમાંથી મળી,
હું શાંતિને શોધતો હતો, તે મને વૈરાગ્યમાંથી મળી.
હું સંપત્તિને શોધતો હતો, તે મને ઇશ્વરાશ્રિત થવાથી મળી.

Wednesday, May 27, 2015

ભગવાનની અંદર માયા છે ખરી, પણ !!

સર્પના મોઢામાં ઝેર છે. તે ખાય પીએ તોય તેને ઝેર નથી લાગતું. પણ બીજા કોઇને કરડે તો તે માણસને ચડે છે. તે પ્રમાણે ભગવાનની અંદર માયા છે ખરી, પણ તે તેને મોહ પમાડી શક્તી નથી. તે માયા બીજાને મોહ પમાડે છે. સુર્ય પૃથ્વીને અજવાળું રહેલ છે, પણ એક નાનકડું વાદળ સામે આવીને તેને ઢાંકી દે તો પછી સુર્ય દેખાતો નથી. તે પ્રમાણે આપણે સાધારણ માયાના આવરણને વશ છીએ તેથી સર્વવ્યાપી અને સર્વલક્ષી  સ્વરૂપ સચ્ચિદાનંદ ને ે જોઇ શક્તા નથી.
                         - શ્રી રામકૃષ્ણ પરમહંસ

Tuesday, May 26, 2015

કોયલ ટહુક્તી હતી !

* એક વાવાઝોડું થયું. એમાં એક આંબો ધરાશાયી થયો. કોઇ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઇ, અનેક બીજાઓને તેનાં ફળ ગયાં માટે પરિતાપ થયો. પરંતુ કોઇકને જ યાદ આવ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુક્તી હતી તેના સૂર ખોવાયા.

* હું તો છું પીછું કાળના પંખી પાંખનું સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ !

                                -મનોજ ખંડેરિયા

Monday, May 25, 2015

બ્રાહ્મણ કોને કહેવો ?

(૧)

* જે વસ્તુ કરતા વિચારને મહત્વ આપે છે.
* જે પદાર્થ કરતાં ચેતનાનું વધારે મૂલ્ય આંકે છે.
* જે ભૌતિક સંપતિ કરતાં આધ્યાત્મિક સમજણનો વધારે આદર કરે છે.
* જે સ્થૂળ કરતાં સૂક્ષ્મ તરફ વધારે આકર્ષણ અનુભવે છે.

(૨)

દરેક વાતની વચ્ચે આપણી જાતની વાત ન કરીએજી,

સૌને મળીએ, સૌમાં ભળીએ, ને સૌને સાંભળીએજી.