Showing posts with label સંવેદનવાણી. Show all posts
Showing posts with label સંવેદનવાણી. Show all posts

Thursday, May 28, 2015

તો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં !!

* એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,
તો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.
                                  - માધવ રામાનુજ

* હવે પાંપણોમાં અદાલત ભરીશ,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
                                       - રમેશ પારેખ

* અંદર મૂરત પર ચઢે ઘી, પૂરી, મિષ્ટાન્ન મંદિર કે બાહર ખડા, ઇશ્વર માંગે દાન.
                                 - ફિરાક ગોરખપુરી

* હું તો છું પીછું કાળના પંખીની પાંખનું સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ !
                               - મનોજ ખંડેરિયા

Tuesday, May 26, 2015

છઠી જ્ઞાનેન્દ્રિય !

સંગીત બહુ વિચિત્ર ચીજ છે. લોકો માને છે કે સંગીત એવી ચીજ છે કે જેના પર મને પ્રેમ છે, જેની સાથે મારું હ્દય જોડાયેલું છે, પણ ના, સંગીત તો મારા સ્વયં જીવન જ છે. જ્યારે લોકો મને પૂછે છે કે સંગીત સિવાય તમને કઇ ચીજ માટે પ્રેમ છે, ત્યારે હું જવાબ આપું છું કે હું સંગીતને પ્રેમ નથી કરતો, હું પોતેજ સંગીતનો એક ટુકડો છું. હું તે સાથે લઇને જન્મ્યો હતો. મારી અંદર સંગીત એક વધુ જ્ઞાનેન્દ્રિય છે. - છઠી જ્ઞાનેન્દ્રિય !

                             

                             - આર્થર રૂબિન્સ્ટાઇન

Monday, May 25, 2015

જાણે રંગોળી કોઇ ગયું પૂરી !

* તમે ફળિયામાં આવીને એવું બેઠા કે જાણે રંગોળી કોઇ ગયું પૂરી !

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા, ને આભરે ભરાઇ ગયાં આભલાં !
                                    
                                    - અનિલ જોષી

* આતમ, અંતરપટ ખોલો કે પંચમી આવી વંસતની.ચેતના આ આવી ખખડાવે છે બારણાં હેતે વધાવી એને લો રે ઓવરણાં
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો કે પંચમી આવી વસંતની !

                                  - ઉમાશંકર જોષી

Sunday, May 24, 2015

હવે બા સાવ એકલાં જીવે !

બા એકલાં જીવે, બા સાવ એકલાં જીવે ! એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલાં જીવે ! બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતુ વહેતું, દોડાદોડી પકડા પકડી સહુ પકડાઇ જાતાં ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હીંચકો ખાતાં સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે ઊડવાનુ બળ આપી પાછી ઊડવાનું શિખડાવે સુખનો સૂરજ છનોમાનો જલતો બાના દીવે.

-હવે બા સાવ એકલાં જીવે !

                                       -મુકેશ જોષી

એવા સગપણ ક્યાંછે?

* આંસુઓનાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?

કહ્યા વિનાયે સમજે સઘળું, એવા સગપણ ક્યાંછે?

                                       - કુમુદ પટવા

* ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ ! એક તારો ટમક્યોને તમે યાદ આવ્યાં, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.

                                        - હરીન્દ્ર દવ

* તને જોઇ જોઇ તોયે તું અજાણી,
જાણે બીજને ઝરુખે ઝુકી'તી પૂર્ણિમાં ઝાઝેરો ઘૂમટો તાણી

                                        - રાજેન્દ્ર શાહ

Friday, May 22, 2015

ઉદાસી !

મને ઉદાસ જોઇ મિત્રો કહે છે ઃ
એનામાંથી તારો જીવ કાઢી લે,
એટલે બધુ બરાબર થઇ જશે. પણ એ જ મારો શ્વાસોચ્છવાસ હોય તો ?

                                          પન્ના અધ્વર્ય