Showing posts with label શાણપણવાણી. Show all posts
Showing posts with label શાણપણવાણી. Show all posts

Saturday, June 6, 2015

ગરીબ અને તવંગર !!

<ul>
<li>તવંગર લોકો ગરીબો કરતાં એક જ સગવડ વધુ ભોગવતા હોય છે અને તે છે બીજાઓને સુખી કરવાની! પણ તેઓ ભાગ્યે જ તે સગવડનો ઉપયોગ કરતા હોય છે !

<li>પોતે જાણે છે એવું જે નથી જાણતો તે ઉત્તમ. પોતે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માનનાર રોગિષ્ઠ.

<li>જેને દુનિયા ઇયળનો અંત કહે છે, તેને કવિ પતંગિયાની શરૂઆત કહે છે !

</ul>

Sunday, May 31, 2015

આ યુગનાં સાત પાપ !!

આ યુગનાં સાત પાપ ઃ

૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩. ચારિત્ર્ય વગરનું શિક્ષણ
૪. નીતિ વગરનો વ્યાપાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ
૭. મૂલ્યો વગરનું રાજકારણ

                                        - ગાંધીજી

Tuesday, May 26, 2015

માનવીના પગ એટલા લાંબા હોવા જોઇએ કે !

* માનવીના પગ એટલા લાંબા હોવા જોઇએ કે તે ધરતીને સ્પર્શે અને હાથ એટલા લાંબા હોવા જોઇએ કે તે ગગનને સ્પર્શે.

* જે હિંમશ સ્મિત આપી શકે છે, તે ગરીબ નથી.

* જે ગમે છે તે મળે, તેનું નામ સુખ છે અને જે મળે છે તેને ગમતું કરીએ તેનું નામ આનંદ છે.

Monday, May 25, 2015

નિર્ણયશ્ક્તિ

* નિર્ણયશ્ક્તિ અનુભવમાંથી આવે છે
અને અનુભવો ખોટા નિર્ણયોમાંથી    મળે છે !

* પ્રારબ્ધનું તાળું પુરૂષાર્થની ચાવી દ્વારા જ ખોલી શકાય છે.

* હોડી લઇને કિનારે બેસી રહેવાથી નદીની સામે પાર જવાતું નથી.

Sunday, May 24, 2015

મૂર્ખ માણસ !!

* ડાહ્યો માણસ એના દુશ્મનો પાસેથી શીખી લે છે, એટલું મૂર્ખ માણસ તેના મિત્રો પાસેથી શીખતો નથી.

* પુષ્પોની ચોકી થાય, સુગંધની નહી.

* મુક્તિમાં વિહરતો માણસ પોતાની બધી શક્તિ માનવસવામાં જોડી દે તો પણ તેનું સંતુલન ખોરવાતું નથી, કારણ કે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે.

દુનિયાની મોટી કરુણતા

* દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી !

* સમજણ જેમ વધારે, તેમ શબ્દો ઓછ!.

* કોઇપણ ટેવને જો રોકવામાં નહી આવે તો જરૂરિયાત બની જશે.

Saturday, May 23, 2015

ભૂલવાની શક્તિ જોઇએ !

* જીવનની મીઠાસને માણવા માટે તમારી પાસે ભૂતકાળને ભૂલવાની શક્તિ જોઇએ.

* કોઇ મહાન સિદ્ધિ મેળવવા માટે હું તલસું છું, પણ મારી પહેલી ફરજ તો એ છે કે નાનાં કામ પણ એવી રીતેં કરું કે જાણે એજ મહાન હોય !

* વિશ્વાસ એવું પાણી છે કે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.

* વેર લેવાનો નવો રસ્તો કહું,
શત્રુ ઉપર એક બેજો ઉપકાર કર !