ચાલે મારી અહોનિશ શાળા!
કોણ હશે ત્યાં બાળક બાળા ?
શાળા મારી સૂની છેક જ મળ્યો શિષ્ય છે મુજને એક જ કોણ હશે એ ?
દર્પણ માંહી તેહ દિસે-એ, ચાલે એનું નિશદિન ભણતર.
ચાલ્યાં કરશે શું આખું જીવતર ?
ભણ્યો ખરો કૈં, અબૂધ રહ્યોવા,
કદીક કદીક એ જરી પરખવા
કાન ઝાલીને ઊભો કરું છું,
વિવિધ સમાજ મહીં જ્યાં ફરું છું
જગ એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણને ના થાયે પુરું શિક્ષણ, શિષ્ય તણું, જેનો હું શિક્ષક ! હું છું શિક્ષક !
-ઉમાશંકર જોષી
No comments:
Post a Comment