જ્ઞાનની દેવી સરસ્વતી છે. દરેક શાળામાં અને શુભકાર્યમાં આપણે દેવી સરસ્વતીની પ્રાર્થના કરીએ છીએ. હે સરસ્વતી દેવી ! વરદાયિની અને ઇચ્છિત ફળ આપનારી, મારો વિદ્યાભાસ શરુ કરતાં પહેલાં હું તેને દંડવત પ્રણામ કરું છું. તું સદાય મારી મનોકામના સિદ્ધ કરજે એવી વિદ્યાર્થી પ્રાર્થના કરે છે. આવી તો કેટલીય સુંદર પ્રાર્થનાઓ સરસ્વતી માતાની છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે. સરસ્વતીનો ઉપાસક પણ એવો જ ધવલ હોવો જોઇએ. શાંતિ, સુવાસ અને શીતળતા એ સરસ્વતીના ગુણ છે.
સાદાઇમાં સૌંદર્ય અને શુભ્રતાની ઉપાસનાનું તેમાંથી શીખવા મળે છે. અને સરસ્વતી વીણાવાદિની છે. વીણાના સૂરોમાંથી સુસંવાદી સંગીત પ્રગટે છે. જીવનની, જીવન જીવવાની કલાનું શિક્ષણ શીખવાનું છે. સરસ્વતીનું વાહન મયૂર છે. મોર કલા અને સૌંદર્ય, વિદ્યા અને તેજસ્વીતાનું પ્રતીક છે. મા શારદા નિત્ય યૌવના છે.

No comments:
Post a Comment