Thursday, May 28, 2015

અરુચિહર ચૂર્ણ !!

દાડિમાદિ ચૂર્ણ અરુચિહર સ્વાદિષ્ટ ચૂર્ણ છે. એંશી ગ્રામ દાડમનાં બીજ, એક્સો વીસ ગ્રામ ખાંડ અને દસ ગ્રામ ત્રિસુગંધીનું ચૂર્ણ ( તજ, તમાલપત્ર અને એલચી સમભાગે ) આ બધું બરાબર ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવું દાડમનાં સૂકાં બીજ વાપરવાં.

આ દાડિમાદિચૂર્ણ દસ ગ્રામ જેટલું ભોજન પૂર્વે અર્ધા કલાક પહેલાં ચપટી ચપટી જીભ પર ભભરાવીને ખાઇ જવું. આ ચૂર્ણ રુચિ પેદા કરશે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે અને આહારનું પાચન કરશે.

No comments:

Post a Comment