Wednesday, May 27, 2015

બ્રહ્મવિદ્યા !!

બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મને જાણવાની વિદ્યા, અધ્યાત્મશાસ્ત્ર.

વિદ્ = જાણવું પરથી વિદ્યા શબ્દ બન્યો છે. જાણવાનું તો ઘણું હોય, પરંતુ તે સર્વ જાણવું બ્રહ્મવિદ્યા નથી કહેવાતું. બ્રહ્મવિદ્યા એટલે આત્મજ્ઞાન.

બ્રહ્મ શબ્દ બૃહત પરથી બન્યો છે. જે ભૂમા છે, વ્યાપક છે, વિરાટ છે તેમાં સુખ સમાયેલું છે. મનુષ્યની ચેતના જેટલી વ્યાપક બને, વ્યાપક્તમ બને તેટલું સુખ વધે. વ્યાપક્તા છે પ્રેમનો વિસ્તાર. ઊંડાણ છે, જ્ઞાનની અગાધતા. પ્રેમ અને જ્ઞાનની બે પાંખો પર મનુષ્ય પ્રાણી જેટલું ઊંચું ઊડી શકે તેટલો માનવતાનો વિકાસ થાય. બ્રહ્મવિદ્યા તે  વિદ્યા છે જે મુક્તિ અપાવે. ૃ

No comments:

Post a Comment