* મૈત્રી એટલે સર્વ જગત પ્રત્યે નિર્વૈર બુદ્ધિ, પ્રમોદ એટલે કોઇ પણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો, કરૂણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, ઉપેક્ષા એટલે નિઃસ્પૃહ-ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિત્માં આવવુ.
* કોઇના દોષ જો નહી. જે કઇ થાય છે, તારા પોતાના દોષથી થાય છે. બાહ્ય આડંબર એવો કંઇ ઇચ્છવો નહીં જેથી પરમાર્થને બાધ થાય, એવી રીતે મરવું જોઇએ જેથી સુમરણ બની જાય,
* જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા મળતી હોય ત્યાં સુધી, વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષૂએ કોઇ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમકે તેથી સદવૃત્તિઓ મોળી પડી જાય છે. અથવા વર્ધમાન થતી નથી.
- શ્રીમદ્ રાજચન્દ્ર
No comments:
Post a Comment