ધીરો પડ ! ભાઇ જરા ધીરો પડ તું,
નાચી રહ્યો છે બહુ એકધારો
વખત છે થોડો ને વેશ છે ઝાઝેરા ન જાણે તૂટે ક્યારે એકતારો !
વધૂને વધૂ ભેગું કરવાનો છંદ !
ગુમાવી બેઠો છે, ભાઇ મારા ગાંડા મળ્યું છે તેને માણ્વાનો આંનદ !
ફિકર ને ફડકાની હડિયાપાટીમાં ન જોયા દિવસ, ન જોઇ રાત.
નથી ખબર તને ઠુકરાવી દીધી તેં ઠાકરની દીધી મોંઘી સોગાત !
જિંદગી નથી કાંઇ દોડવાની હોડ !
ધીરો પડ, પોરો ખા, ઓછો કર તોર.
No comments:
Post a Comment