દરરોજ સવાર - સાંજ ગુલાબજ્ળનાં ટીપાં આંખમાં નાખવાથી આંખોની લાલાશ દુર થાય છે. સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઇ, બન્નેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડું થાય ત્યારે કપડાથી ગાળી બાટલીમાં ભરી લેવું. એ પાણીના બબ્બે ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુઃખતી આંખો મટે છે. કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાંથી ગાળી, તેના બે બે ટીપાં આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલું, છારી વગેરેમાં પણ ફાયદો થાય છે. સાદો ઉપચાર એ છે કે આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર, બપોર, સાંજ નિયમિત મારવી. તેથી આંખો સ્વસ્થ રહેશે.
No comments:
Post a Comment