દૂધીનો રસ
હ્રદયરોગ અને સામાન્ય સ્વાસ્થ્ય માટે દૂધીનો રસ શ્રેષ્ઠ ગણાયો છે.
૨૫૦ ગ્રામ દૂધી સાફ કરીને, છાલ સાથે છીણીને રસ કાઢવો. રસ કાઢતી વખતે ત્રણ-ચાર મરી, ચાર-પાંચ તુલસીનાં પાન અને ચાર-પાંચ ફુદીનાનાં પાન ઉમેરવાં, એ રસ ગાળીને પી જવો. દિવસમાં બે વખત આ પ્રયોગ કરવો. આ પ્રયોગથી સામાન્ય તંદુરસ્તીમાં પણ ઘણો ફાયદો થાય છે. હ્રદયરોગના દરદી માટે આ રસ ખૂબજ લાભપ્રદ છે.
No comments:
Post a Comment