Monday, May 25, 2015

પેશાબનાં રોગોનો ઉપચાર !

પેશાબનાં વિવિધ રોગોમાં રસાયણચૂર્ણ ઉપયોગી બને છે. પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાખીને પીવડાવો. પેશાબ અટકતો હોય તો મૂળાના રસને પીવાથી પેશાબ છૂટથી થશે. પેશાબમાં બળતરા માટે ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવું. પેશાબની બળતરામાં ગોખરુનો છોડ ૮-૧૦ કલાક પલાળીને તે પાણી પી જવું. તેમાં સાકર-વરિયાળી પણ નાખી શકાય. તલ પણ તેમા ઉપયોગી બને છે. આમળાંના રસમાં મધ અને હળદર નાખી પીવાથી પેશાબ માર્ગે જતું પરુ બંધ થાય છે. વરિયાળી અને ગોખરુનો ઉકાળો લેવાથી બળતરા મટે છે. એજ રીતે જવ ઉકાળીને પીવાથી પેશાબ સાફ આવે છે અને બળતરા મટે છે. વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.

No comments:

Post a Comment