Sunday, May 24, 2015

રાવણવૃત્તિનો વિનાશ !!

આટલાં વરસો અને આટલી રામકથા કરતાં કરતાં મેં ત્રણ કામ થતાં જોયાં છે. કેટલા પ્રમાણમાં થયાં એ કેહવું મુશ્કેલ છે.  એ સર્વેનો વિષય છે. સીતા એટલે શાંતિ, મુક્તિ, ક્ષમા, વિધ્યા, કરૂણા, ધર્મ.... આ બધું અથવા આમાંનું જ કશુંક શોધવાની શરૂઆત થઇ ગઇ છે. રામકથાએ બીજું પણ કામ કર્યુ. સેતુબંધ થયો. સમાજમાં મેં એને ચરિતાર્થ થતો જોયો છે. ભાઇ-ભાઇ, પતિ-પત્નિ, પિતા-પુત્ર વચ્ચે જોડાણ થયું છે. રામકથાએ જ કોમ અને જાતિ વચ્ચે સેતુ રચવાનું કામ કર્યુ છે. ત્રિજું કામ થયું ઃ રાવણવૃત્તિનો વિનાશ.

સમાજનાઅ દરેક સ્તરે, ખાસ કરીને યુવાનોમાં, મે જોયું કે તેઓ રાવણવૃતિને છેદવા માટે પ્રેરાયા છે. રાવણવૃતિનો વિનાશ જેટલી માત્રામાં થવો જોઇએ તેટલો થતો નથી એ સાચું છે. રામાયણમાં રાવણનાં જેટલાં માથાં કપાતાં તેટલાં જ નવા ઉભા થતા હતા તેમ રાવણવૃતિ પણ વધતી ચાલી છે. એટલે તેનો થઇ રહેલો વિનાશ ઓછો લાગે છે. પણ એક સમયે જરૂર રાવણવૃત્તિની નાભીમાં બાણ વાગવાનુ છે.

                                       -પૂ મોરારિબાપુ

No comments:

Post a Comment