તાનસેનના સંગીતથી મુગ્ધ બનેલા બાદશાહને એક વખત તાનસેનના ગુરુ હરિદાસનુ સંગીત સાંભળવાનો અવસર મળ્યો. બાદશાહ તો આ સાંભળીને દિગ્મુઢ જ બની ગયા. તાનસેનને કહે ઃ તારા ગુરુ આટલુ સુન્દર ગાય છે ! તારા ગુરુના કંઠમા આટલો ફરક ? તેમની પાસે તો તારુ સંગીત ફિક્કુ લાગે છે, તેનુ શુ કારણ ?
તાનસેન કહે ઃ 'જહાંપનાહ, માઠુ ન લગાડશો પણ હુ દિલ્હીક્ષ્વરને ખુશ કરવા માટે ગાઉ છુ, જ્યારે મારા ગુરુ જગદિક્ષ્વરને ખુશ કરવા માટે ગાય છે. જેટલો ફરક દિલ્હીશ્વર અને જગ્દીશ્વર વચ્ચે હોય તેટલો ફરક અમારા બંનેના ગાન વચ્ચે રહેવાનો.'
No comments:
Post a Comment