દુર્બળતા એ તમારા માટે નથી. દુર્બળતા આત્માનો વારસો નથી. આત્માનો વારસો બળ છે. જીવત્વનો વારસો દુર્બળતા છે. જે મનુષ્ય પોતાને આત્માના વારસદાર માને છે, તે દુર્બળતાને કદી સંઘરતો નથી. જીવત્વના વારસદાર તરીકે પોતાને માનનાર જ દુર્બળતાને પોતાનામાં સ્થાન આપે છે અને દુર્બળતાથી દબાય છે. દુર્બળતા એ નિરભિમાન છે, એવું જોજો માની બેસતા.
મનુષ્યમાં ઘણા દોષો દુર્બળતાને લીધે આવે છે. જ્યાં સુધી જીવત્વનું અધિક ચિંતન થશે ત્યાં સુધી દુર્બળતા પણ કર્મે લખાયેલી જ જાણવી. અને એક વખત એક કામમાં પ્રગટાવેલી દુર્બળતા બીજી વખતે પૂર્ણતા કરતાં હલકી કક્ષાનું કામ હશે તો તે સિદ્ધ કરવામાં પણ પ્રગટવાની જ.
જીવત્વનું ચિંતન ત્યજો અને દુર્બળતા આપો આપ જતી રહેશે. આત્મા પ્રતિ ઘડીએ ઘડીએ દ્રષ્ટિ ફેંકો - સ્થૂળ દ્રષ્ટિ નહીં, પણ જેનાથી આત્માનું ભાન થાય છે તે દ્રષ્ટિ તેના તરફ ફેંકો, એ આત્મા તમને સર્વ સામર્થ્યવાન કરશે.
No comments:
Post a Comment