Tuesday, May 26, 2015

શંખ !

                     Dakshinavarti Shankh
મંદિરોમાં અને ઘરોમાં પણ પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે. કેટલીક વખત આરતીના સમયે કે કોઇ શુભ પ્રસંગે પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભે કે લશ્કર વિજયી બને ત્યારે પણ શંખનાદ કરાય છે. તેને પૂજા સ્થાનમાં મૂકાય છે અને તેને પૂજા થાય છે. શંખ ધ્વનિ અને અન્ય વાજિંત્રોના મંગલનાદની પાછળ વાતાવરણને પવિત્ર બનાવવાનો આશય છે અને આવા વાતાવરણમાં સાધકો - ભક્તજનોનાં ચિત્ત પણ પાવન બને. તેમાંથી નકારાત્મકતા ચાલી જાય. પ્રાચીન ભારતમાં મોટાં નગરો બહુ ઓછાં હતાં. ગામડાં જ ગામડાં અને દરેક ગામડામાં નાનાં-મોટા મંદિરો, દરેક  મહત્વની પૂજા સમયે, શૂભ પ્રસંગોએ, આરતી, શંખનાદ કરવામાં આવતો જેથી સમગ્ર ગામને ખબર પડે. જે જઇ શકે તે જાય અને ન જઇ શકે તે આ શંખનાદ સાંભળી જ્યાં હોય ત્યાં ઘડીભર પ્રાર્થનામય બને. આ બધાં પ્રતીકો આખરે જીવનના ઉર્ધ્વીકરણ માટે જ છે.

No comments:

Post a Comment