વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
Thursday, July 10, 2025
લોકકથા: વીર સુમ્મલ અને રણછોડભાઈ
Sunday, June 14, 2015
ઘી ની રામાયણ !!
એક દિવસ તેની પત્નીએ ખીચડી બનાવી. શેઠ જમવા બેઠા પણ તેની પત્નીએ ધ્યાન ન આપ્યું. એણે જ્યારે ફરીથી ઘી માગ્યું તો સ્ત્રી ગુસ્સે થઇને કહે ઃ તમે ઘી તો લાવતા નથી તો ક્યાંથી આપું ? અને વેલણ ઉપાડીને માથામાં માર્યું.
શેઠના માથામાંથી લોહી વહેવા લાગ્યું.
શેઠ ઊઠીને બહાર નીકળી ગયા.
કોઇકે પૂછ્યું તો શેઠ કહે ઃ પડી ગયો એથી વાગી ગયું છે.
પેલો માણસ કહે ઃ આના પર ઘી લગાવો તો ઘા ઠીક થઇ જશે.
ઊંડો શ્વાસ લઇને શેઠ કહે ઃ ભાઇ ઘી હોત તો આ ઘા જ ન હોત !!
Tuesday, June 9, 2015
હું છું તારો !!
હું છું તારો !!
વાહ.......વાહ.....
હું છું તારો !!
વાહ.... વાહ...
એક પણ પત્થર ના પહોચે મારી પાસે,
તમે ગમે તેટલું જોર કરીને મારો.
- પ્રદિપ પરમાર
Sunday, June 7, 2015
હમણાં ને હમણાં કૂવાનું પાણી ખાલી કર !!!
મુલ્લા નસરુદ્દીન ભારે પરગજુ અને સેવાભાવી. એમના મિત્ર જમાલુદ્દીન ને ઘર ખરીદવું હતું અને મુલ્લાએ એક સારું - સગવડ ભર્યું મકાન જમાલુદ્દીન ને અપાવ્યું. ઘરને આંગણું હતું અને આંગણામાં કૂવો હતો. બીજે દિવસે જમાલુદ્દીનનો નોકર કૂવામાંથી પાણી કાઢવા ગયો ત્યારે જૂનો મકાન્નમાલીક હાજર હતો, તે બરાડીને કહે ઃ ખબરદાર ! કૂવામાંથી પાણી કાઢવાનું નથી. મે ઘર વેચ્યું છે, પાણી નહી ! શું કરવું ? મૂલ્લા આવ્યા અને સાંભળીને બહુ ખુશ થયા.
જમાલુદ્દીનને તેમણે કહ્યું તારાથી પાણી લેવાય નહીં, તને ક્યાં પાણી વેચ્યું છે, ! થોડી ક્ષણો આ નાટક ચાલ્યું. પછી મુલ્લાએ જૂના માલિકને કહ્યું ઃ એકલું પાણી જ તારું છે ને ? આ આંગણું, આ ઘર તો હવે તારા નથી ને ? પેલાએ વાત સ્વીકારી. મુલ્લા કહે ઃ હમણાં ને હમણાં તારું પાણી લઇજા અને કૂવો ખાલી કર. અને પાણી ખાલી ન થાય ત્યાં સુધી તેને જમાલુદ્દીનની જગ્યામાં બિનઅધિકારથી રાખવા માટે કલાકના રૂપિયા સો લેખે ભાડું આપ.
Saturday, June 6, 2015
સંત કહે તારી ધનદોલતનું મૂલ્ય કેટલું !!
ઇરાનના શાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્ય અને અઢળક સંપત્તિનો ગર્વ હતો. આ ગર્વએ તેને તોછડો બનાવી દીધો હતો. આવા ઘમંડી બાદશાહને મળવા અબુ શકીક નામના સંત આવ્યા. તેમણે બાદશાહને પૂછ્યું ઃ તમારી ધનદોલતનું મૂલ્ય કેટલું છે ?
બાદશાહ કહે ઃ મારી પાસે બેશુમાર દોલત છે. તેનો અંદાજ મને પણ નથી.
પેલો સૂફી સંત કહે ઃ બાદશાહ ! ધારો કે તમે સહારાના રણમાં ભૂલા પડ્યા છો તમને ખૂબ તરસ લાગી છે. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઇ પાણીનો પ્યાલો ધરે તો તમે શું આપશો ?
બાદશાહ કહે ઃ અરે ! હું અર્ધું રાજ્ય આપી દઉં ! સંતે બીજો પ્રશ્ન કર્યો ધારો કે તમે બીમાર છો. બચવાની કોઇ આશા નથી. દુનિયાના બધા કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. અને એજ સમયે તમને કોઇ દવાની પડીકી આપે અને સાજા થઇ જાવ. તો તમે એને શું આપશો ? બાદશાહ કહે ઃ આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.
સૂફી સંત બાદશાહને કહે ઃ બાદશાહ, તારા સામ્રાજ્યની તમામ દોલતને કિંમત પાણીનો એક પ્યાલો અને દવાની એક પડીકી જેટલી જ છે. તો પછી તેનું આટલું બધું અભિમાન શાને ??
ગરીબ અને તવંગર !!
<ul>
<li>તવંગર લોકો ગરીબો કરતાં એક જ સગવડ વધુ ભોગવતા હોય છે અને તે છે બીજાઓને સુખી કરવાની! પણ તેઓ ભાગ્યે જ તે સગવડનો ઉપયોગ કરતા હોય છે !
<li>પોતે જાણે છે એવું જે નથી જાણતો તે ઉત્તમ. પોતે અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માનનાર રોગિષ્ઠ.
<li>જેને દુનિયા ઇયળનો અંત કહે છે, તેને કવિ પતંગિયાની શરૂઆત કહે છે !
</ul>
હું ખોળતો હતો !!
હું ઉન્નતિને ખોળતો હતો, મને તે વિનયમાંથી મળી,
હું પુરૂષાર્થને ખોળતો હતો, તે મને સત્યમાંથી મળી,
હું મોટાઇને શોધતો હતો, તે મને ધૈર્યમાંથી મળી,
હું શાંતિને શોધતો હતો, તે મને વૈરાગ્યમાંથી મળી.
હું સંપત્તિને શોધતો હતો, તે મને ઇશ્વરાશ્રિત થવાથી મળી.
કલ્યાણકારી પ્રતિક સ્વસ્તિક !!
સ્વસ્તિક ઃ સમાજનું કલ્યાણ, સુખ અને સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સમાજ આનંદપૂર્ણ જીવન જીવી શકે તે માટે સેંકડો ઋષિ મુનિઓએ માંગલ્ય પથ બતાવ્યો છે. નિરપેક્ષ ભાવે તેમણે પોતાનું સમગ્ર જીવન તે માટે ખર્ચ્યું છે અને આવા કલ્યાણકારી જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે સ્વસ્તિકનું પ્રતિક આપ્યું. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા. કલ્યાણનું રાજ્ય. જીવનમાં જ્યાં સૌંદર્ય છે, શ્રી છે, સુસંવાદ છે, પ્રેમ અને ઉલ્લાસ છે ત્યાં હંમેશાં જીવન મંગળકારી જ છે. ભારતીય સંસ્કૃતિનું ખૂબ અર્થવાહી પ્રતિક તે સ્વસ્તિક છે.
Friday, June 5, 2015
મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ !!
રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો ઃ મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઇ છે જે મુશ્કેલીથી થોંડુ કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોંતા આપ કંઇ મદદ કરો તો સારું.
રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી.
સભાજનોને આશ્વર્ય થયું. આ દરીદ્ર આપનો માસિયાઇ ભાઇ કેવી રીતે?
રાજા કહે ઃ તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઇ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે, બુદ્ધિ તેની પત્નિ હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે.
મારી મા અમીરી અને તેની મા ગરીબી આ બંને બહેનો એટલે અમે માસિયાઇ ભાઇ છીએ. મારે આવા ગરીબ - અશક્તનાં કામો કરવાં જ જોઇએ.
જ્ઞાનની દેવી સરસ્વતી !!
સાદાઇમાં સૌંદર્ય અને શુભ્રતાની ઉપાસનાનું તેમાંથી શીખવા મળે છે. અને સરસ્વતી વીણાવાદિની છે. વીણાના સૂરોમાંથી સુસંવાદી સંગીત પ્રગટે છે. જીવનની, જીવન જીવવાની કલાનું શિક્ષણ શીખવાનું છે. સરસ્વતીનું વાહન મયૂર છે. મોર કલા અને સૌંદર્ય, વિદ્યા અને તેજસ્વીતાનું પ્રતીક છે. મા શારદા નિત્ય યૌવના છે.
Thursday, June 4, 2015
મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!
મુલ્લા નસરુદ્દીનને એક દિવસ પડોશીના બગીચાનાં વૃક્ષો પરના પાકાં ફળ જોઇને તે ખાવાનો વિચાર આવ્યો. નીસરણી માંડી ભીંત પર ચડ્યા અને પછી નીસરણી ભીંતને અઢેલીને પડોશીના બગીચામાં ઉતર્યા.
પડોશી જોઇ ગયો અને ગુસ્સે થયો.
મુલ્લાને કહે ઃ અહીં શું કરો છો ?
મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!
પડોશી કહે ઃ મને મૂરખ માને છે ? આ શું નીસરણી વેચવાની જગ્યા છે?
મુલ્લા કહે ઃ મહાશય, જરા શિષ્ટતાપૂર્વક બોલો. નીસરણી ન ખરીદવી હોય તો ન ખરીદતા. પણ નીસરણી મારી છે, અને ક્યાં વેચવી તે મારે નક્કી કરવાનું છે, મને મન થાય ત્યાં એને વેચવાનો મને અધિકાર છે.
અને મુલ્લા નીસરણી પર ચડીને પાછા પોતાના ઘેર પહોંચી ગયા !
Wednesday, June 3, 2015
આ નવી પેઢીનું શું થશે !!
* મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે ?
લો હું સમ્મજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરાણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દિકરા-દિકરી પરણાવશે, નિવૃત થસે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!
* કેમ બધા ભેગા થઇને વાતો કર્યા કરો છો ? તે હું શું તમને વાતો કરવા પગાર આપું છું ?
ના શેઠજી, વાતો કરવાનો પગાર અમે નથી માંગતા. એ તો અમે મફત જ કરીએ છીએ.
દર્દ અને આનંદ !!
એક મુસાફરે ખૂબ લાંબા પ્રવાસે જવા નીકળ્યો. પોતાની મંજિલનું નામ એણે કિસ્મત આપ્યું અને સાથે લીધેલા ઘોડાનું નામ એણે જરૂરિયાત રાખ્યું. જરૂરિયાતના ઘોડા પર થોડેક સુધી સફર કર્યા પછી એને થયું કે ઘોડાની પીઠ પર બેસીને પ્રવાસ કરવાને બદલે ઘોડાની પાછળ નાનકડી એક ગાડી જોડી દીધી હોય તો જરા સગવડ રહે. મુસાફરે ઇચ્છા નામની ગાડી જોડી દીધી. આ ગાડીને બે પૈડાં હતાં. એકનું નામ આનંદ અને બીજાનું નામ દર્દ. આનંદનું પૈડું જેટલી વાર ફરતું એટલી જ વાર દર્દનું પૈડું ફરતું. પ્રવાસ લાંબો હતો.
મુસાફરને થયું કે ગાડીને નાનું મજાનું છાપરું હોય તો કેવું સારું ! જરૂરિયાતના ઘોડાએ હવે વૈભવના છાપરાને ખેંચવાનો બોજ પણ લેવો પડ્યો. તેથી ઘોડાની ગતિ ઘટી. આગળ જતાં રસ્તો કાદવ કીચડવાળો આવ્યો. ગાડી એમાં ફસાઇ ગઇ. એને થયું હું જો કેવળ ઘોડા પર બેઠો હોત તો ઘોડો કેવો તો દોડીને આગળ લઇ જાત. સવારે ઉઠીને છપરું ફાડી નાખ્યું. ગાડીને છૂટી કરી અને ઘોડા પર બેસીને મંજિલ કાપવા લાગ્યો. એને ખબર હતી કે ગાડીમાંનું આનંદનું પૈડું હવે તેની સાથે નથી. એને એનો વાંધો નહોતો કારણ કે દર્દનું પૈડું પણ હવે છૂટું થઇ ગયું હતું !!
અવિનાશી તત્ત્વ !!
જે જ્ઞાનનું ઉત્તમ સાધન છે એટલું જ નહીં પણ જે સ્વયં વિજ્ઞાનરૂપ છે. જે એકાગ્ર થાય ત્યારે શક્તિશાળી ચિત્ત બને છે, જે ધૈર્યરૂપ છે, જેની અંદર પ્રકાશ પથરાય છે.
જે પ્રાણીઓમાં અમૃત અર્થાત અવિનાશી તત્ત્વ છે. અને જેના વિના કાંઇ જ કર્મ કરાતું નથી, કરી શકાતું નથી, તે મારું મન શિવસંકલ્પ થાઓ.
અહિં ટોળે ટોળાં આવે છે !!!!
* આ પ્રદેશ સરસ છે, અહીં શાંતિ માટે આવવા જેવું છે.
જરૂર આવો. અહીં આખા વર્ષ દરમ્યાન શાંતિ માટે ટોળે ટોળાં આવે છે.
* શિક્ષક ઃ (કંટાળીને એક વિદ્યાર્થીને) તને તો કોઇ ગધેડો જ ભણાવી શકે, માણસ નહીં.
વિદ્યાર્થી ઃ જી, એ સમજીને જ તો મારા પિતાઅજીએ મને આપની પાસે મોકલ્યો છે!
દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !
મંદિર બંધાઇ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું.
બાજુમાંથી પસાર થતા એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એક્ને પૂછ્યું ઃ એલા, શું કરી રહ્યોછે તું ? જવાબ મળ્યો ઃ દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે !
બીજાને પૂછ્યું ઃ દોસ્ત તું શું કરી રહ્યો છે? બીજાએ જવાબ આપ્યો કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું. આવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો જવાબ મળ્યો ઃ ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.
વાત એક જ, દ્રષ્ટિ કેવી જુદી જુદી! જીવનમાં દ્રષ્ટિથી જ ફેર પડે છે.
Tuesday, June 2, 2015
ૐ એટલે !!
ૐ
ભારતીય સંસ્કૃતિ એટલે જાણે ૐની સંસ્કૃતિ ! બધા મંત્રોમાં તે આવે અને તેનું પોતાનું આગવું અસ્તિત્વ. ૐકાર એટલે બધા વેદો-ઉપનિષદોનો સાર. ૐ જ પરબ્રહ્મ. તેને પ્રણવમંત્ર પણ કહે છે. ૐ એ સાડાત્રણ અક્ષરનો બનેલો છે. અ પછી ઉ અને મ ઉપરાંત અરધી માત્રા. આ પ્રત્યેક માત્રાના પણ અર્થ છે. આખીય સૃષ્ટિનું સ્વરૂપ તે ૐ છે.
અ એટલે પૃથ્વી, ઉ એટલે અંતરીક્ષ, મ એટલે દેવલોક અને ઉત્પતિ, સ્થિતિ તેમજ લયનો સમાવેશ પણ તેમાં થઇ જાય છે. જીવની ત્રણ સ્થિતિ, મનુષ્યની ત્રણ પ્રકૃતિ પણ ૐ કારમાં આવી જાય છે.. આપણાં બધાં શાસ્ત્રો ૐ થી જ ઉચ્ચારાય છે. ૐ નાભિમાંથી નીકળવો જોઇએ. ૐ કારનો જ જપ અને તેની સાધના જીવન યાત્રામાં ઊંચે જવામાં ઉપયોગી છે. એટલે જ કેહવાયું કે સમગ્ર વિશ્વ ૐમાં સમાઇ જાય છે. યોગીઓ નિત્ય તેનું જ ધ્યાન કરે છે. ૐ એટલે જ સમગ્ર અસ્તિત્વ, વર્તમાન, હાજર.
અબ્રાહમ લિંકનની આ વાત છે !!
અબ્રાહમ લિંકનની આ વાત છે. એક્વાર એ સેનેટમાં હાજરી આપવા જતા હતા. રસ્તામાં એમણે એક ભૂંડના બચ્ચાંને કાદવમાં ખૂંપી ગયેલું જોયું. લિંકને ગાડી ઊભી રખાવી અને ભૂંડનાં બચ્ચાંને કાદવમાંથી બહાર કાઢ્યું. એમનાં કપડાં કાદવથી ખરડાઇ ગયાં.
સેનેટરોને એ વાતની ખબર પડી ત્યારે ઘણાંએ લિંકનની જીવદયાનાં વખાણ કર્યાં.
એ વખતે લિંકને કહ્યું કે કાદવમાંથી એ બચ્ચાંને મેં બહાર કાઢ્યું એમાં એના કરતાંય વધારે લાભ તો મને થયો છે. કાદવમાં એ રીતે એને તરફડતું હું જોઇ શકતો નહોતો, એટલે એને બહાર કાઢ્યું ત્યાર પછી જ મારા જીવને નિરાંત થઇ.
કેમ આટલા ધીમેથી લખે છે !!
* ભિખારી આપણને શીખવે છે કે તમારા સુખમાં સૌનો ભાગ રાખો, નહી તો મારા જેવી તમારી દશા થશે !
* આપણે બધા ટી-બેગ જેવા છીએ. ગરમ પાણીમાં બોળાઇએ ત્યારે જ ચાનો સ્વાદ આવે !
* સફળતા એ બીજું કાંઇ નથી,
પણ નિષ્ફળતાની ટ્યુશન ફી છે !
* એક માણસ બહુ ધીમે ધીમે લખતો હતો. મિત્રે પૂછ્યું કે કેમ આટલા ધીમેથી લખે છે ? એણે જવાબ આપ્યો કે હું મારા છ વર્ષના દીકરાને લખું છું અને જાણું છું કે એ ઝડપથી વાંચી ન શકે !
Monday, June 1, 2015
ખાંડ ખાઓ છો ખાંડ !
એક વાર ઇરાનમાં દુષ્કાળ પડ્યો. લોકો ત્રાહિમામ. ગામને પાદરે એક મદરેસા હતી. એક દિવસ સવારે મુલ્લા સાહેબ ફરવા નીકળ્યા. મદરેસાનાં બાળકોને તેમના શિક્ષક ગામ બહાર મેદાનમાં નમાજ પઢાવવા લઇ જતા હતા.
મુલ્લાએ શિક્ષકને પૂછ્યું ઃ આ શેતાનના લશ્કરને ક્યાં લઇ જાઓ છો?
શિક્ષક કહે ઃ દેશમાં દુકાળ પડ્યો છે, તેનો ઉપાય તરીકે આ નિર્દોષ બાળકોને વરસાદ પડે એવી ખુદાને દુઆ કરવા માટે ગામ બહાર મેદાનમાં લઇ જાઉં છું. ખુદા બાળકોની પ્રાર્થના હંમેશા સ્વીકારે છે.
મુલ્લા હસીને બોલ્યા ઃ ખાંડ ખાઓ છો ખાંડ ! જો બાળકોની દુઆ કબૂલ થઇ હોત તો તો પૃથ્વીની સપાટી પર એક પણ માસ્તર જીવતો ન રહી શક્યો હોત !'
